Skip to main content

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

   વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમ...

ખિનુ : બાબુભાઈ ચૌધરી

 લેખ  - ખિનુ : બાબુભાઈ ચૌધરી

પ્રાસંગિક : ડૉ.અરવિંદ બી.પટેલ  

ઓઝર, વલસાડ

મો. ૯૯૨૫૨ ૫૫૧૪૧.


વલસાડ, નવસારી, ડાંગ જિલ્લા તથા સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલીનું વાપીથી પ્રગટ થતું સૌ પ્રથમ સંપૂર્ણ સ્થાનિક દૈનિક 'દમણગંગા ટાઇમ્સ'માં ‘મારી બોલી, મારી વાત' અને 'સંવેદન' તથા 'વાપી સંકેત' સાપ્તાહિકમાં ‘મોર કરે તે કળા' કોલમથી જાણીતા ભાબુ ચૌધરી પ્રથમ નવલકથા ‘ખિનુ' (૨૦૨૩)થી ગુજરાતી સાહિત્યમાં પ્રવેશે છે. ગુજરાતી સાહિત્યમાં કપરાડા પંથકની આદિવાસી પ્રજા, એની સમસ્યાઓ, આસ્થાના કેન્દ્રો, પ્રાકૃતિક પરિવેશ આદિ વણસ્પશ્યો રહ્યો છે, તેને સૌપ્રથમ બાબુ ચૌધરી ‘ખિનુ” નવલકયા દ્વારા આપણી સમક્ષ મૂકી આપવાનું સ્તુત્ય કાર્ય કરે છે. પ્રકૃતિના ગોદમાં વસેલું નાનકડું ગામ વાજવડ એમની વતન ભોમકા, જે ભોમકામાં એ જન્મયાં, ઉછેર્યાં અને વિકસ્યા કહો કે, જાણ્યું, માણ્યું અને અનુભવ્યું એનું નિરૂપણ એમણે 'ખિનુ' નવલકથામાં સુપેરે કર્યું છે. કુદરતના ખોળે વસવાટ કરતો ભોળો, ભલો, પ્રકૃતિપ્રેમી, પર્યાવરણનું રખોપું કરનાર આદિલોક અહીં આલેખાયો છે. નવલકથા વાસ્તવિક સ્થળો અને કાલ્પનિક ઘટનાઓ પર અવલંબિત છે. નવલકથાકારે વાચકોને પ્રસ્તાવનામાં મીઠી ટકોર પણ કરી છે અહિયાંનાં ઉલ્લેખનીય સ્થળોથી પરિચિત બનો તો વધુ વાંચવામાં રસ જાગે તેમ છે. છતાં સ્થળો અને જંગલ પરિચય સાથે જંગલ પેદાશની ચીજ વસ્તુઓથી સમીપ રહીને વાંચવાની અનેરી મજા આવે તેમ છે. લેખકનો વતનપ્રેમ અને પ્રકૃતિપ્રેમ જ આ નવલકથા સર્જેનનું ચાલકબળ બન્યુ હશે. 
એવું મારું માનવું છે.

નવલકથાના આરંભે કથા નાયિકા ખિનુ વહેલી સવારે વડીના જંગલમાં પ્રવેશી આદિવાસી લોકોની આસ્થાનું પવિત્ર સ્થાનક પીઠાના ગોળાની પૂજા કરે છે. કેટલીક સ્ત્રીઓ જંગલમાં ગયેલાં કઠિયારાઓની સલામતી માટે આ સ્થાનકની પૂજા કરે છે. પીઠાના ગોળા સાથે વણાયેલી પૌરાણિક લોકકથા પણ અહીં રજૂ થઈ છે, જે પાંડવોના ગુપ્ત વનવાસ સાથે જોડાયેલી છે.

જાનપદી કૃતિ 'ખિનુ'માં આદિવાસી ગરીબ પરિવારની કથા છે, જેમાં ખિનુ, રેણુકા અને રિયા - ત્રણ બહેનો વચ્ચે એક ભાઈ ભુવન, માંદી મા અને દારૂડિયા પિતાની જિંદગી તેર પ્રકરણમાં રજૂ થઈ છે. કુટુંબની સઘળી જવાબદારી કથા નાયિકા ખિનુ અને ભુવન પર નિર્ભર છે. નાનકડી ઝૂંપડીમાં રહે છે. કરમદા અને લાકડાં વેચી જીવન નિર્વાહ ચલાવે છે. વાપીથી ફરગાનું કુટુંબ કયારેક રજામાં આવે ત્યારે રોજગારી મળી રહે. આર્થિકતંગીના લીધે જ બંને ખપ પૂરતું ભણ્યા છે. માંડ માંડ સૂકી રોટલી ભેગાં થતાં. મોટાભાગે આંબીલથી જ ચલાવી લેવું પડતું. ખિનુના પિતા તો દારૂ પીને પડ્યા રહે છે. એમણે તો દેવું ચૂકવવા લાકડા કાપવાની કુહાડી સુધ્ધાં વેચી નાંખી. ઘરમાં મા લાંબા સમયથી બિમાર છે. મા એટલી દુબળી હતી. કે કોઈ એને અડકવાનું પણ ટાળતા હતા. ગામમાં દાક્તર કે દવાખાનું ન હતું. આખરે ભૂવા પાસે વન્યઔષધિ કરાવતાં ઘરમાં ભૂવાને આપવાના રુપિયા ન હોવાથી માની છેલ્લી યાદી ચાંદીની વીંટી આપવી પડે છે, છતાં માને સારું ન થતાં મિસ્ટર ફરગાની મદદથી ખિનુની માને મોરખલ દવાખાને દાખલ કરવામાં આવે છે.

દારૂડિયો પિતા, માની માંદગી, ફરગાના અપમાન જનક શબ્દો, બહેનોના લગ્ન કરવાના, ઘરમાં અનાજ અને પૈસાની તંગીના લીધે ભુવન રોજગારીની તલાશમાં છે. ગામમાં મજૂરી કરવાથી પોતાના કુટુંબનું પોષણ થવાનું ન હોવાથી વાપી જવાનું વિચારે છે. એવામાં ખબર પડે છે કે, વાજવડ અને આજુબાજુના ગામોનાં હરિયાળા ખેતરો તેમજ વડીના જંગલોની વચ્ચે, પાંચસો એકર જમીનમાં કારખાનાઓ, વસાહતો, દુકાનોની હારમાળાઓ - આખું નગર ઊભું થવાનું છે. ઘર આંગણે સૌને રોજગારી મળી જશે એ આશાવાદે ભુવન સહિત ગામના ઘણાં યુવાનો રાજીપો અનુભવે છે, પરંતુ એમનો એ આશાવાદ ઠગારો નીવડે છે. કારખાના તો તાલીમ પામેલા ઈજનેરો અને કારીગરોથી જ ચાલે. ખપ જોગા ભણેલા યુવાનોને કારખાનામાં કાળી મજૂરીવાળી, ઓછા પગારની નોકરી સિવાય કશું હાથ લાગવાનું નથી. એ સત્ય સમજતાં ગ્રામીણ યુવાઓને બહુ વાર લાગતી નથી.

વાજવડમાં રાસાયણિક કારખાનાઓ નંખાવાથી કોઠરથી મોરખલની કિનારા પટ્ટી પરના ચૌદ ગામોને અસર થવાની વાત વાયુવેગે પ્રજાજનોમાં પ્રસરે છે. એક તરફ ગ્રામજનોમાં ચિંતાનું મોજું અને બીજી તરફ જનઆક્રોશ ફાટી નીકળે છે. રાસાયણિક સિયાર કારખાનાઓના વિરોધ માટે ખેડૂતો અને ગામલોકોની વિશાળ રેલી નીકળે છે, જેમાં મોરખલના યુવાન મિલન ડેલકર કહે છે આપણી જમીન ઝુંટવાઈ જવાની છે. જ્યાં આપણે આપણા કુટુંબ માટે આંબા અને ઊંચી કોટિની ડાંગર પકવીએ છીએ. ત્યાં એમને કરખાના બાંધવા છે. આપણો પાક નાશ પામશે જેથી એને બદલે એમનાં કારખાનાં ઊભા થઈ શકે. એમનાં કારખાનાંનો બધો ગંધવાડ વડીમાં ઠલવાશે. જ્યારે રાસાયણિક ખાતર તૈયાર કરાય ત્યારે ઘણો ગંધવાડ અલગ કરી એનો નિકાલ કરવો પડે. આ ઝેરી નિકાલ વડીમાં ઠલવાશે એટલે માઈલોના માઈલોમાંનાં વડી જંગલના ઝાડ નાશ પામશે. આપણે આપણી જમીન વિના, જંગલ વિના, જીવીશું કઈ રીતે ? જે આદિવાસી જનોએ મોરખલથી આગળ પગ નહોતો મૂકયો, જેની પાસે બસ ભાડાની રકમ ન હતી, એવાં આદિવાસીઓ, ખેડૂતો, ગ્રામજનો, કથા નાયક ભુવન અને આગેવાનો જળ, જમીન અને જંગલ - પર્યાવરણને બચાવવા ચારસો કિ.મી. દૂર ગાંધીનગર જઈ મુખ્યમંત્રીને આવેદન આપી રજૂઆત કરે છે. ભુવન તો ગાંધીનગરના બહુમાળી મકાનો, વાહન વ્યવહાર, જંગલમાં જેટલા ૯ વૃક્ષો હોય એથીય વધુ સંખ્યામાં રસ્તા પરના લોકોને જોઈ વિસ્મય પામે છે. અરે ! મહાત્મા ગાંધીજીના જીવન અને ઉપદેશ પર બનેલું સંગ્રહાલય જોઈને ભુવન કિશોર ગાંધીની કલ્પના કરવા લાગી જાય છે.

ગાંધીનગરથી ભુવન અનેક વિટંમણાઓ વેઠીને ઔદ્યોગીક શહેર વાપી પહોંચે છે. વાપીમાં રહેતું ફરગાના પરિવારના ઘરે જાય છે, પરંતુ ફરગાના પરિવાર તો વાજવડ ગયું છે. જ્યાં મદદની આશા હતી ત્યાં તો એને નિરાશા સાંપડે છે. થાકેલો, ભૂખ્યો, અશક્ત, ભયભીત અને નિ:સહાય ભુવન શ્રીકૃષ્ણ ભોજનાલય પહોંચે છે. જ્યો શ્રીકૃષ્ણ ભોજનાલયનો માલિક ઉખેડ વગર ઓળખાણે ભુવનને કામ પર રાખે છે, એ દરમિયાન હિતેચ્છુ, દયાળુ અને મદદગાર ઘડિયાળી ભુવનને ઘડિયાળનું હુન્નર શીખવે છે. ચોમસામાં 'કૌકતે' વાવાઝોડું ત્રાટકતાં ભારે નુકસાન થાય છે. વાપીમાં નવ મહિના ગાળ્યા પછી દિવાળી આવતાં ભુવન પોતાના ગામ વાજવડ બસમાં બેસીને આવે છે. માની તબિયત સારી થવાથી દવાખાનામાંથી રજા લઈ ઘરે લાવે છે, સદનસીબે પિતાએ દારૂ પીવાનું છોડી દીધું છે. નવલકથાના અંતે આદિવાસી લોકની જળ, જમીન, જંગલ- પર્યાવરણને બચાવવાના યનો નિષ્ફળ જાય છે. કથા નાયક ભુવન પોતાના જ ગામમાં પોલ્ટ્રીફાર્મ ખોલવાનું વિચારે છે. નવલકથાનો આરંભ પવિત્ર સ્થાનક પીઠાના ગોળાની પૂજાથી થાય છે અને અંત પણ પીઠાના ગોળાની પૂજાથી આવે છે.

ઈતિહાસ સાક્ષી છે કે, આદિવાસીઓએ જળ, જમીન, જંગલ-પર્યાવરણને બચાવવા અનેક બલિદાનો આપ્યાં છે. અનેક સંઘર્ષો કર્યાં છે. આ નવલકથામાં મુખ્યમંત્રીને રજૂઆત કર્યા પછી પર્યાવરણ સંદર્ભે સંઘર્ષ આલેખાયો જ નથી.

નવલકથાને અંતે ન્યાયાલયમાં કેસ હારી ગયાનો ઘટસ્ફોટ થાય છે. વિકાસના નામે આદિવાસી નિર્ભર છે તે પર્યાવરણનો જ વિનાશ થઈ રહ્યો છે જેવાં ચિંત્ય વિષયને લઈને શરુ થયેલી નવલકથા અંતે શરણાગતિ કે પલાયનવાદ તરફ ગતિ કરતી જોવા મળે છે. પક્ષી નિરીક્ષક ભુવનને શીખ આપે છે -ચકલીઓ અને કબૂતરો શહેરી જીવનને અનુકૂળ થઈ ગયા છે. ખેતરના અનાજ અને જીવડાં ખાવાને બદલે ખોરાક અને કચરા પર જીવતા રહે છે; તેમ તારે પણ તારા નવાં વાતાવરણને અનુરૂપ થવું રહ્યું. 'ખિનુ'માં વૈવિધ્યસભર પાત્રસૃષ્ટિના દર્શન થાય છે. લેખકે નવલકથાનું શીર્ષક કથા નાયિકા ખિનુને આધારે પસંદ કર્યું છે. ‘ખિનુ’ નવલકથાનું મહત્વનું જમા પાસું એની વર્ણનકળા છે. નવલકથામાં વર્ણનકળાના ઉત્તમ નમૂનાઓ મળે છે. લેખક પોતે તળપદ બોલીના સારા જાણકાર છે, છતાં આ જાનપદી રચનામાં ક્યાંય તળપદ બોલીનો વિનિયોગ કર્યો નથી, જે કઠે

તેમ છતાં 'ખિનુ' નવલકથા એકવાર અવશ્ય વાંચવા જેવી- વાંચનક્ષમ કૃતિ બની છે, તે ક્ષણે શ્રી બાબુભાઈ ચૌધરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.

Comments

Popular posts from this blog

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્ય...

Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ

        Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ  સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર સમય પસાર કરવા માટે નહિ પરંતુ સમાજસેવા કરવાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. વોટસઅપ ગ્રુપ થકી ચાલતી સમાજસેવાની અનોખી પહેલથી અનેક ગરીબ બાળકોના ભાવિમાં ઉજાસ પથરાયો છે તો ગરીબ પરિવારોને આર્થિક રીતે મદદરૂપ બન્યું છે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ. ગરીબ બાળકોના ભણતરમાં ખરાબ આર્થિક સ્થિતિને લીધે થતા ભણતરના સૂર્યાસ્તને સૂર્યોદયમાં ફેરવવા તેમજ ઉચ્ચ ડિગ્રી હાંસલ કરવાના સપના જોતા ગરીબ બાળકોના સપના પૂર્ણ કરવાના સંકલ્પ સાથે જાગૃત શિક્ષિત યુવાનોનું સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ કામ કરી રહ્યું છે. ગરીબ બાળકોના ભણતર માટે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા બાળકોના ભણતર માટે એક અનોખી પહેલ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આશરે 8- 9 મહિના પહેલા કરવામાં આવી હતી. જેમાં વિવિધ વર્ગના કર્મચારીઓ જેઓ ગરીબીમાંથી ઊછરી શિક્ષણના પ્રકાશ થકી નોકરી મેળવી અને સમાજમાં પગભર થયા તેઓએ એક વિચાર સંકલ્પ દ્વારા નક્કી કર્યું કે આપણે સૌ ભેગા મળી જરૂરિયાતમંદ બાળકોને સહાય પૂરી પાડવી જોઈએ. જે સમાજના દાખલ...

ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.

 ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી આજીવન માઁ સરસ્વતીની સાધના કરનાર શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલને વંદન સહ પુષ્પગુચ્છથી અભિવાદન કરી સ્વસ્થ અને સમૃદ્ધ નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આજરોજ ચીખલી તાલુકાના ગોડથલ ગામે, માળી ફળિયા પ્રાથમિક શાળા ખાતે વયનિવૃત્ત થતા મુખ્ય શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલના... Posted by Naresh Patel on  Tuesday, June 18, 2024