Skip to main content

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

   વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમ...

Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.

 મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

Comments

Popular posts from this blog

ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.

 ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી આજીવન માઁ સરસ્વતીની સાધના કરનાર શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલને વંદન સહ પુષ્પગુચ્છથી અભિવાદન કરી સ્વસ્થ અને સમૃદ્ધ નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આજરોજ ચીખલી તાલુકાના ગોડથલ ગામે, માળી ફળિયા પ્રાથમિક શાળા ખાતે વયનિવૃત્ત થતા મુખ્ય શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલના... Posted by Naresh Patel on  Tuesday, June 18, 2024

Vasrai(Mahuva,Surat) : ધોડિયા સમાજ ભવન વસરાઈ (મહુવા) ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

           Vasrai(Mahuva,Surat) : ધોડિયા સમાજ ભવન વસરાઈ (મહુવા) ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. તારીખ :૦૫-૦૬-૨૦૨૪નાં વિશ્વ પર્યાવરણ દિન નિમિતે સુરત જિલ્લાના મહુવા તાલુકા વસરાઇ ધોડિયા સમાજ ભવન ખાતે કારોબારી શ્રી દિલીપભાઈ મહેતાના સુંદર વિચાર થકી લોકભાગીદારીથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં (૬૦) નાળીયેરી (મલેશિયન ડ્રાફ્ટ વેરાયટી)ના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.  સમાજના જાગૃતિ અને કર્મનિષ્ઠ ગ્રામજનો અને  આગેવાનો શ્રી કમલેશભાઈ, શ્રી અશ્વિનભાઈ, શ્રી યોગેશભાઈ, શ્રી ઉમેદભાઈ, શ્રીમતી સવિતાબેન, શ્રીમુકેશભાઈ, શ્રી વિનોદભાઈ, શ્રી મનોજભાઈ અને શ્રીધ્યેય વગેરે ઉપસ્થિતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ૫, જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિતે પર્યાવરણ જાળવણીનાં પ્રયાસ રૂપે આજનાં કાર્યક્રમમાં  ઉપસ્થિત રહેલ તમામનો ધોડિયા સમાજ મંડળ વતી મુકેશભાઈ મહેતાએ  આભાર વ્યક્ત કર્યો હતો.

Khergam :ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીજ્ઞેશ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

       Khergam :ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીજ્ઞેશ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.