Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું. તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું. શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દવારા આયોજીત સમાજના શૈક્ષણિક વર્ષ २०२३- २४ દરમિયાન ધોરણ-૧૦,૧૨, JEE, NEET-1 પરીક્ષાઓમાં હાંસલ કરેલ ઉચ્ચ ગુણો મેળવીને ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓ અને સારસ્વતોનું સન્માન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંયુકત ખેતી નિયામક અને સમાજસેવામાં સદાય અગ્રેસર એવા ધનસુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં ધોડિયા ૧૦,૧૨, JEE માં સમાજના ધોરણ- NEET અને ઝળહળતી સિધ્ધિઓ હાંસલ કરનાર રાજયમાં રહેતા વિદ્યાર્થીઓની સમગ્ર ગુજરાત એન્ટ્રીઓ મળી હતી જેમનું ઉકત ઈનામ વિતરણ, પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે જેમાં ૧૦૦ એન્ટ્રીઓ પૈકી ૯૦ જેટલા તેમના માતા-પિતા/વાલીઓ સાથે ઉપસ્થિ...
ચીખલી ઘોડવણીના સક્રિય આદિવાસી સામાજિક કાર્યકર ઠાકોરભાઈ પટેલ દ્વારા અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે સહાયરૂપ બન્યા.
ચીખલી ઘોડવણીના સક્રિય આદિવાસી સામાજિક કાર્યકર ઠાકોરભાઈ પટેલ દ્વારા અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે સહાયરૂપ બન્યા.
ઠાકોરભાઈ જે પટેલ તરફથી અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે રોકડ રકમ દ્વારા સંક્લ્પ એજયુકેશન ગૃપને સહાયરૂપ થયા છે તેઓ ગામ ધોડવણી તા.ચીખલી નવસારીનાં રહેવાસી છે. તેઓ ગાંધીનગર ખાતે સચિવ સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરમાં ફરજ બજાવી નિવૃત્ત થયા છે. તેમણે ગાંધીનગરમાં પણ સમાજ માટે ઘણા કામ કર્યા છે. હાલ તેઓ જ્ઞાન કિરણ ધોડિયા સમાજ, સુરખાઈ રાનકુવા ખાતે પોતાની નિવૃત્તિનો સમય સમાજના ઉત્કર્ષ માટે ફાળવી સમાજ સેવા કરી રહ્યા છે. તેઓ દર વર્ષે ધોડિયા સમાજના લગ્ન વાંછુક યુવક યુવતીઓ માટે દર વર્ષે પસંદગી મેળાનું પણ આયોજન કરે છે.
Comments
Post a Comment