Skip to main content

Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું.

  Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું. તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું. શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દવારા આયોજીત સમાજના શૈક્ષણિક વર્ષ २०२३- २४ દરમિયાન ધોરણ-૧૦,૧૨, JEE, NEET-1 પરીક્ષાઓમાં હાંસલ કરેલ ઉચ્ચ ગુણો મેળવીને ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓ અને સારસ્વતોનું સન્માન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંયુકત ખેતી નિયામક અને સમાજસેવામાં સદાય અગ્રેસર એવા ધનસુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં ધોડિયા ૧૦,૧૨, JEE માં સમાજના ધોરણ- NEET અને ઝળહળતી સિધ્ધિઓ હાંસલ કરનાર રાજયમાં રહેતા વિદ્યાર્થીઓની સમગ્ર ગુજરાત એન્ટ્રીઓ મળી હતી જેમનું ઉકત ઈનામ વિતરણ, પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે જેમાં ૧૦૦ એન્ટ્રીઓ પૈકી ૯૦ જેટલા તેમના માતા-પિતા/વાલીઓ સાથે ઉપસ્થિ

આદિજાતિ વિશેષ: ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી કિન્નરીબેન પટેલ ડોક્ટર બનવાનું સાકાર થયું.

  આદિજાતિ વિશેષ: ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી કિન્નરીબેન પટેલ ડોક્ટર બનવાનું સાકાર થયું.

આદિજાતિ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણમાં આર્થિક સહાય પૂરી પાડતી સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ – ફ્રી શીપ કાર્ડ યોજના

નવસારીના કિન્નરીબેન પટેલનું ડોક્ટર બનવાનું સપનું થયું સાકાર, સરકારશ્રીએ કરી આર્થિક સહાય

સરકારની આ યોજકીય સહાયથી હવે મારી દીકરી પણ ડોક્ટર બની શકશે : રમેશભાઈ પટેલ (લાભાર્થીના પિતા)

પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઈથી આદિજાતિના વિદ્યાર્થીઓને સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશ મળે તેવો સરકારશ્રીનો ઉમદા હેતુ

**

( આલેખન:ભાવિન પાટીલ )

(નવસારી:સોમવાર): ડોકટર બનવાનું સપનું જોયે રહેલ નવસારીની વિધાર્થીની રાજ્ય સરકાર દ્વારા અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ - ફ્રી શિપ કાર્ડ યોજના થકી આર્થિક સહાય મેળવી સપનાને પૂર્ણ કરવાની રાહ પર છે. વાત છે, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી કિન્નરીબેન પટેલ ડોક્ટર બનવાનું પોતાનું સોનેરી સપનું બનાસ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ ખાતે સાકાર કરી રહી છે. 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની રાહબરી હેઠળ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ એ સરકારનો મુખ્ય ઉદ્દેશ છે, ત્યારે સમાજની દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત પ્રયત્નશીલ છે. ભારત સરકાર દ્વારા આદિજાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે “પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના” અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત નિયત ધારાધોરણો મુજબની પાત્રતા ધરાવતા આદિજાતિના વિદ્યાર્થીઓને “ફ્રી શીપ કાર્ડ” આપવામાં આવે છે.

આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતી આદિજાતિ પરિવારની દીકરી કિન્નરીબેન પટેલ ભણવામાં પહેલે થી જ તેજસ્વી હોવાથી ભવિષ્યમાં ડોક્ટર બનવાનું સપનું જોયું હતું પરંતુ પરિવાર ખેતી પર નિર્ભર હોય આર્થિક રીતે ખાનગી ક્ષેત્રેની મેડીકલ ક્ષેત્રેમાં અભ્યાસ કરવો કઠીન લાગતું હતું. પરંતુ આ ચિંતામાંથી રાજ્ય સરકારની “પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના” એ સહાયરૂપ બની આર્થિક બોજ હળવો કરી દીધો છે. કિન્નરીબેનના મેડીકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના સપનાને સાર્થક થતું જોઈને તેમના પિતાશ્રી રમેશભાઈ પટેલ કહે છે કે, આજે એક સામાન્ય પરિવારની દીકરી ઉચ્ચ અભ્યાસ કરી રહી છે, જે રાજ્ય સરકારના કારણે શક્ય બન્યુ છે. હું સરકારનો અંત:કરણ પૂર્વક આભાર માનું છું. સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ મારી દિકરી કિન્નરી બનાસ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ ખાતે MBBSનો અભ્યાસ કરી રહી છે.

“ફ્રી શીપ કાર્ડ” યોજનાનો લાભ લઈને સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કિન્નરીબેન પટેલના પિતાશ્રી રમેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે, અમારા પરિવારના સપનાને પાંખો આપવાનું કાર્ય રાજ્ય સરકારે કર્યું છે. ફ્રી શીપ કાર્ડ યોજના અંતર્ગત મારી દિકરીના ભણવાના ખર્ચમાં સરકારે સહાયતા આપી તે બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ  સહિત નવસારી જિલ્લા તંત્રનો આભાર માનું એટલો ઓછો છે. 

આદિજાતી વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરી શકે તે માટે અનેક યોજનાઓના અમલીકરણ થકી લક્ષિત લાભાર્થી સુધી લાભ પહોંચાડવામાં આવી રહ્યા છે. દરેક માતા-પિતા પોતાના સંતાનોને ઉત્તમ અને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ આપી ભવિષ્ય ઉજ્જવળ બનાવવા ઈચ્છતા હોય છે, પરંતુ ક્યારેક નબળી આર્થિક પરિસ્થિતિનાં કારણે તેમના સપના પરીપૂર્ણ થઈ શકતા નથી. સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થકી સામાજિક સમરસતા પ્રસ્થાપિત કરવા માટે સંવેદનશીલ અને કટિબદ્ધ સરકાર આવા વાલીઓનાં સપના ચરિતાર્થ કરવા સતત તેમની પડખે રહી હૂંફ આપી રહી છે

Comments

Popular posts from this blog

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.   જ્યારે શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડમાં આવ્યા છે. નવસારીન

Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ

        Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ  સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર સમય પસાર કરવા માટે નહિ પરંતુ સમાજસેવા કરવાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. વોટસઅપ ગ્રુપ થકી ચાલતી સમાજસેવાની અનોખી પહેલથી અનેક ગરીબ બાળકોના ભાવિમાં ઉજાસ પથરાયો છે તો ગરીબ પરિવારોને આર્થિક રીતે મદદરૂપ બન્યું છે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ. ગરીબ બાળકોના ભણતરમાં ખરાબ આર્થિક સ્થિતિને લીધે થતા ભણતરના સૂર્યાસ્તને સૂર્યોદયમાં ફેરવવા તેમજ ઉચ્ચ ડિગ્રી હાંસલ કરવાના સપના જોતા ગરીબ બાળકોના સપના પૂર્ણ કરવાના સંકલ્પ સાથે જાગૃત શિક્ષિત યુવાનોનું સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ કામ કરી રહ્યું છે. ગરીબ બાળકોના ભણતર માટે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા બાળકોના ભણતર માટે એક અનોખી પહેલ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આશરે 8- 9 મહિના પહેલા કરવામાં આવી હતી. જેમાં વિવિધ વર્ગના કર્મચારીઓ જેઓ ગરીબીમાંથી ઊછરી શિક્ષણના પ્રકાશ થકી નોકરી મેળવી અને સમાજમાં પગભર થયા તેઓએ એક વિચાર સંકલ્પ દ્વારા નક્કી કર્યું કે આપણે સૌ ભેગા મળી જરૂરિયાતમંદ બાળકોને સહાય પૂરી પાડવી જોઈએ. જે સમાજના દાખલા ઉપર નોકરી મળી છે તે સમ

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

          આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું  દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ નાઈ તે પોર, ચક્રમ ચાડીયો, તેઓ people's linguistics survey of india (PLSI) પ્રકાશનમાં ધોડિયા બોલી સાહિત્ય વ્યાકરણનું લેખન પણ કરેલું છે. NCRT ભોપાલ ખાતે (MLE) તાલીમ કાર્યક્રમમાં ધોડિયા બોલીના તજજ્ઞ તરી