Skip to main content

Posts

Showing posts from August, 2024

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

   વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમ...

ડિસિઝન ન્યૂઝના પ્રેસ રિપોર્ટર મનીષભાઈ ધોડિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

  ડિસિઝન ન્યૂઝના  પ્રેસ રિપોર્ટર મનીષભાઈ ધોડિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ  આર્થિક સામાજિક રીતે હર હંમેશા સમાજ માટે લોકશાહીનો અવાજ લોકોના મુદ્દાઓ ઉઠાવનાર એવા ડિસિઝન ન્યૂઝના  પ્રેસ રિપોર્ટર મનીષભાઈ ધોડિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ 

Khergam| Pratibhashali Aword 2024 : ખેરગામ તાલુકાના પાંચ ક્લસ્ટરનાં શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા.

Khergam| Pratibhashali  Aword 2024 : ખેરગામ તાલુકાના પાંચ ક્લસ્ટરનાં શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા. તારીખ 15મી ઓગસ્ટ 2024નાં દિને  ખેરગામ તાલુકાના  શામળા ફળિયા ક્લસ્ટરનાં સદર શાળાના જ શિક્ષક શ્રી સુરેશભાઈ પટેલ,ખેરગામ ક્લસ્ટરની ખાખરી ફળિયા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી વિમલભાઈ પટેલ, બહેજ ક્લસ્ટરનાં બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણીનાં શિક્ષક શ્રી જયેશભાઈ પટેલ, પાણીખડક ક્લસ્ટરનાં આછવણી મુખ્ય શાળાનાં શિક્ષિકા શ્રીમતી ઇન્દુબેન થોરાત અને પાટી ક્લસ્ટરનાં તોરણવેરા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી રાહુલભાઈ રાજકુંવરને પ્રતિભાશાળી શિક્ષકનાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તાલુકાનાં પાંચ ક્લસ્ટરનાં પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકોને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને ખેરગામ બી આર સી. વિજયભાઈ પટેલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. શામળા ફળિયા ક્લસ્ટર ખેરગામના શામળા ફળિયા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી સુરેશભાઈ પટેલ (SB KHERGAM) ખેરગામ ક્લસ્ટરની ખાખરી ફળિયા...

સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઘોષિત વિશ્વ આદિવાસી દિન 9 ઓગસ્ટ શા માટે ઉજવવામાં આવે છે?: ડૉ.પ્રદીપ ગરાસિયા

 સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઘોષિત વિશ્વ આદિવાસી દિન 9 ઓગસ્ટ શા માટે ઉજવવામાં આવે છે?: ડૉ.પ્રદીપ ગરાસિયા

Surat|Mahuva|Vasrai |Kosh: સુરત જિલ્લા મહુવા તાલુકાનાં કોષ ગામના અનિલભાઈ પટેલના ચિ. ધ્યેય પટેલના જન્મ દિવસે ધોડિયા સમાજ ભવન વસરાઈને 21,000 રૂપિયાનું દાન.

                    Surat|Mahuva|Vasrai |Kosh: સુરત જિલ્લા મહુવા તાલુકાનાં કોષ ગામના અનિલભાઈ પટેલના ચિ. ધ્યેય પટેલના જન્મ દિવસે ધોડિયા સમાજ ભવન વસરાઈને 21,000 રૂપિયાનું દાન.  સુરત જિલ્લા મહુવા તાલુકાનાં કોષ ગામના અનિલભાઈ પટેલના ચિ. ધ્યેય પટેલ MBBS મેડીકલમાં અભ્યાસ કરે છે.જેમના જન્મ દિવસે  ધોડિયા સમાજ ભવન વસરાઈને 21,000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું. જેથી,ધોડિયા સમાજ ભવન વસરાઈ સંગઠન કુ.ધ્યેય પટેલને જન્મ દિવસની શુભ કામના સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે પણ શુભ કામના પાઠવે છે. અને ઋણ સ્વીકાર કરે છે. HAPPY BIRTHDAY 'DHYEY PATEL'  લિ. દિશા ધોડિયા સમાજ સંગઠન મું.પો. વસરાઈ તા. મહુવા દક્ષિણ ગુજરાત વિભાગ

Navsari|Vansda : રૂપવેલના પી.એન.પટેલ નવસારીના અધિક્ષક ઈજનેર તરીકે નિયુક્ત થયા

 Navsari|Vansda : રૂપવેલના પી.એન.પટેલ નવસારીના અધિક્ષક ઈજનેર તરીકે નિયુક્ત થયા જેટકોના કાર્યપાલક ઈજનેર નવસારી પી.એન.પટેલની અધિક્ષક ઇજનેર તરીકે નવસારીમાં બઢતી કરવામાં આવી છે. તેમની આ સફળતા બદલ સમગ્ર આદિવાસી સમાજ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. વાંસદા તાલુકાના રૂપવેલ ગામના મૂળ રહેવાસી અને હાલ બીલીમોરા શહેર સ્થિત પંકજભાઈ નગીનભાઈ પટેલ કાર્યપાલક ઈજનેર (બાંધકામ) નવસારી વિભાગીય કચેરીમાં ડિસેમ્બર ૨૦૧૫થી અમરેલીથી વિનંતી બદલી લઈ પોતાના વતન ખાતે હાજર થયા હતા અને ચાર્જ સંભાળ્યો હતો. તેમના સહકર્મી મિત્રના જણાવ્યા પ્રમાણે તેમણે સતત મહેનત કરીને આદિવાસી વિસ્તાર, શહેરી વિસ્તારને ઔદ્યોગિક વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ૧૦૦થી વધુ સબ સ્ટેશન ખૂબ જ ટૂંકા સમયમાં કાર્યરત કર્યા છે. જેણે દક્ષિણ ગુજરાતના વિકાસમાં ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો છે.