Skip to main content

Posts

Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું.

  Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું. તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું. શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દવારા આયોજીત સમાજના શૈક્ષણિક વર્ષ २०२३- २४ દરમિયાન ધોરણ-૧૦,૧૨, JEE, NEET-1 પરીક્ષાઓમાં હાંસલ કરેલ ઉચ્ચ ગુણો મેળવીને ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓ અને સારસ્વતોનું સન્માન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંયુકત ખેતી નિયામક અને સમાજસેવામાં સદાય અગ્રેસર એવા ધનસુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં ધોડિયા ૧૦,૧૨, JEE માં સમાજના ધોરણ- NEET અને ઝળહળતી સિધ્ધિઓ હાંસલ કરનાર રાજયમાં રહેતા વિદ્યાર્થીઓની સમગ્ર ગુજરાત એન્ટ્રીઓ મળી હતી જેમનું ઉકત ઈનામ વિતરણ, પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે જેમાં ૧૦૦ એન્ટ્રીઓ પૈકી ૯૦ જેટલા તેમના માતા-પિતા/વાલીઓ સાથે ઉપસ્થિ

Vansda educational: વાંસદા તાલુકાના ચિકટીયા ગામના રાજેન્દ્રભાઈ પટેલ પીએચ.ડી. થયા.

      Vansda educational: વાંસદા તાલુકાના ચિકટીયા ગામના રાજેન્દ્રભાઈ પટેલ પીએચ.ડી. થયા.

Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા.

        Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા. વાંસદાઃ વાંસદા-વડલી ફળિયાના વતની,વ્યવસાયે શિક્ષક અને લોકસાહિત્યમાં વિશેષ રસરૂચિ ધરાવનાર મહેન્દ્રકુમાર રડકાભાઈ પટેલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની વિનયન શાખા, ગુજરાતી વિષયમાં "કુંકણા લોકવાર્તાઓઃ સંપાદન અને અભ્યાસ" શીર્ષક હેઠળ प्रस्तुत કરેલ મહાશોધ નિબંધને યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડીની પદવી એનાયત કરી હતી. મહેન્દ્ર પટેલે આ શોધ ગ્રંથ Smt. R.P. Chauhan Arts & Smt J.K. Shah & Shree K.D. Shah Commerce College વ્યારા-તાપીના એસોસિએટ પ્રોફેસર ડો.મેરૂ વાઢેળના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. આ અવસરે તેમના ગુરુજનો, માતા-પિતા, કુટુંબ-પરિવાર અને સ્નેહીમિત્રોએ હર્ષ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

ખિનુ : બાબુભાઈ ચૌધરી

 લેખ  - ખિનુ : બાબુભાઈ ચૌધરી પ્રાસંગિક : ડૉ.અરવિંદ બી.પટેલ   ઓઝર, વલસાડ મો. ૯૯૨૫૨ ૫૫૧૪૧. વલસાડ, નવસારી, ડાંગ જિલ્લા તથા સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલીનું વાપીથી પ્રગટ થતું સૌ પ્રથમ સંપૂર્ણ સ્થાનિક દૈનિક 'દમણગંગા ટાઇમ્સ'માં ‘મારી બોલી, મારી વાત' અને 'સંવેદન' તથા 'વાપી સંકેત' સાપ્તાહિકમાં ‘મોર કરે તે કળા' કોલમથી જાણીતા ભાબુ ચૌધરી પ્રથમ નવલકથા ‘ખિનુ' (૨૦૨૩)થી ગુજરાતી સાહિત્યમાં પ્રવેશે છે. ગુજરાતી સાહિત્યમાં કપરાડા પંથકની આદિવાસી પ્રજા, એની સમસ્યાઓ, આસ્થાના કેન્દ્રો, પ્રાકૃતિક પરિવેશ આદિ વણસ્પશ્યો રહ્યો છે, તેને સૌપ્રથમ બાબુ ચૌધરી ‘ખિનુ” નવલકયા દ્વારા આપણી સમક્ષ મૂકી આપવાનું સ્તુત્ય કાર્ય કરે છે. પ્રકૃતિના ગોદમાં વસેલું નાનકડું ગામ વાજવડ એમની વતન ભોમકા, જે ભોમકામાં એ જન્મયાં, ઉછેર્યાં અને વિકસ્યા કહો કે, જાણ્યું, માણ્યું અને અનુભવ્યું એનું નિરૂપણ એમણે 'ખિનુ' નવલકથામાં સુપેરે કર્યું છે. કુદરતના ખોળે વસવાટ કરતો ભોળો, ભલો, પ્રકૃતિપ્રેમી, પર્યાવરણનું રખોપું કરનાર આદિલોક અહીં આલેખાયો છે. નવલકથા વાસ્તવિક સ્થળો અને કાલ્પનિક ઘટનાઓ પર અવલંબિત છે. નવલકથાક

ધરમપુર તાલુકાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા શિક્ષણની સાથે સાથે થઈ રહેલ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ.

        ધરમપુર તાલુકાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા શિક્ષણની સાથે સાથે થઈ રહેલ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ.  ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી શાળા તા.ધરમપુર જી.વલસાડમાં ધોરણ 6 થી 8 માં શિક્ષણ કાર્ય શિક્ષકશ્રી ડૉ.વિરેન્દ્રભાઈ પટેલે તેમનાં જન્મદિવસે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપને રોકડ રકમ દ્વારા મદદ કરવામાં આવી. તેમના દ્વારા  ધરમપુર,ખેરગામ, અને ચીખલી તાલુકામાં નવ જેટલી લાયબ્રેરી શરૂ કરવામાં આવેલ છે..જેમાં સ્પર્ધાત્મક પુસ્તકો  ઉપલબ્ધ કરાવેલ છે અને તેમના દ્વારા 37  જેટલાં રકતદાન કેમ્પ કરવામાં આવેલ છે. ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા ગરીબ વિદ્યાર્થી મિત્રો માટે સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવનાર મીનેશભાઈ પટેલને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

આછવણીનાં પ્રોફેસર ડો.સંજયભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને નમન કરી પીઠી મુહૂર્ત કરી આદિવાસી સમાજના યુવાનોને નવો રાહ ચીંધ્યો.

             આછવણીનાં પ્રોફેસર ડો.સંજયભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાજીની  પ્રતિમાને નમન કરી પીઠી મુહૂર્ત કરી આદિવાસી સમાજના યુવાનોને નવો રાહ ચીંધ્યો. આદિવાસી સમાજના યુવાનો માટે પ્રેરણામૂર્તિ એવા ખેરગામ તાલુકાનાં આછવણીનાં  વ્યવસાયે  પ્રોફેસર ડૉ. સંજયભાઈ વી પટેલ જેઓ હાલ આણંદ જિલ્લામાં ઑડ ખાતે આર્ટસ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. જેમના  લગ્ન વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાના કાકડકૂવા (આમલી ફળિયાનાં બાલુભાઈ નેમલાભાઈ પટેલની સુપુત્રી સ્નેહાબેન જોડે નક્કી કરવામાં આવ્યા હતા. જેમની આજે તારીખ :૦૯-૦૪-૨૦૨૪નાં દિને પીઠી મુહૂર્ત હોય તેઓ આદિવાસી વિચારધારા ધરાવતા ગોલ્ડ મેડાલિસ્ટ યુવા પ્રોફેસર ડૉ.સંજય પટેલે ખેરગામ ખાતે બિરસા મુંડા સર્કલ પાસે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પામાળા પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા.  એક શિક્ષક તરીકે સમાજમાં યુવાનો માટે ઉદાહરણ પૂરું પાડયું છે. સમાજના બીજા લોકો શું કરે છે ? તે નહિ પરંતુ મારે સમાજ  માટે શું કરવું જોઈએ? તેવી વિચારધારા ધરાવનારા ડૉ.સંજય પટેલે  લગ્ન પત્રિકા પણ આદિવાસી ગૌરવ સમાન વારલી પેઇન્ટિંગ વાળી પસંદ કરી હતી. ધોડિયા સમાજમાં આજે ડૉ.સંજય પટેલ આ ઉદાહરણરૂ

આદિવાસી સમાજની દીકરી ડોક્ટર બની માતાપિતાની સાથે સમસ્ત આદિવાસી અને ધોડિયા સમાજનું નામ રોશન કર્યું.

       આદિવાસી સમાજની દીકરી ડોક્ટર બની માતાપિતાની સાથે સમસ્ત આદિવાસી અને ધોડિયા સમાજનું નામ રોશન કર્યું. આદિવાસી સમાજની દીકરી ડોક્ટર બની માતાપિતાનું અને પોતાનું સપનુ તો સાકાર કર્યુ જ સાથે સમસ્ત આદિવાસી અને ધોડિયા સમાજનું નામ પણ ગૌરવભેર રોશન કર્યું છે આદિવાસી સમાજની અન્ય દિકરીઓ માટે નવો રાહ ચીંધ્યો કોરોના કાળમાં ભય વિના દર્દીઓની સેવા કરી અમદાવાદમાં એમ.બી.બી.એસ.નું ભણતર પૂરું કર્યુ ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ અને ‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી’ આવી બાબતો નાનપણથી શાળામાં અને ઘરમાં શીખવાડવામાં આવે છે પરંતુ તેને ખરેખર ગંભીરતાથી લઈ જીવનમાં ઉતરવાનું કામ કેટલાક વીરલાઓ જ કરે છે. જીવનમાં જેટલો કપરો સંઘર્ષ હશે, જીત પણ એટલી જ શાનદાર હશે” આ કહેવતને ખરા અર્થમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલામાં રહેતા એક માતા-પિતા અને તેની દીકરીએ સાર્થક કરી બતાવી છે. માતા-પિતાનું એક સ્વપ્ન હતું કે, તેમની દિકરી ડોક્ટર બને અને દિકરી કરિશ્માએ ડોક્ટર બનીને પોતાના મા બાપનું સ્વપ્ન પૂરું કર્યુ છે. હિતેશભાઈ છોટુભાઈ પટેલ અને જયાબેન પટેલની બે પુત્રી પૈકી સિધ્ધી કેનેડામાં મેડિકલમાં અભ્યાસ કરી RN ડિગ્રી પ્રાપ્ત

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

                      Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો. પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. વહેલું કે મોડું ત